મારી અગાશી નું આકાશ જોને,
શ્વાસો ભરી દિલ આભાસ જોને.
દિલને તહોમત , લગાવો છો શાને,
દિલદાર દોસ્તી, માં જ પ્રવાસ જોને,
સોહં સહજ ધ્યાન,કેન્દ્રિત થઈને,
મનનો મનોલયથી,આવાસ જોને.
વિતરાગે હોવાનું જીવન અદભૂત,
છોડી તું માયાને , દિલ પ્રકાશ જોને.
આનંદ વ્યાપી ગયો જ્યારે અહિંયા
થઈ જાય ત્યાં ,માયા નાપાસ જોને,
-મોહનભાઈ આનંદ