બારીઓ પાડે છે ચીસ;
કમાડે કરી લીધી રીંસ;
હવે તો આવ તું ઘરે,
ઘણા વર્ષો ગયા વિત;
હાલત જો આવાસની,
ખવાઈ ગઇ હર ભીંત;
આંગણ કરે છે પોકાર,
ક્યાં ખોવાયો છે મિત;
મોભારોય ઢળી પડ્યો,
નળિયા એ છોડી પ્રિત;
ઉંબર જોવે રાહ તારી,
કર ગૃહપ્રવેશ ની રીત;
ઘરના દરેક ખુણા ને, છે
દિવાર-ઓ-દર પરિચિત;
બાળપણ અહીં વિત્યું "વિએમ"
આયખું પણ જાશે વિત;