જીવન ઉસુલની છે હદ, સાચી વાત છે,
હસ્તિ જો મીટાવી બેહદ ,સાચી વાત છે,
કેવી વફાદારી છે કરી , દિલ થી અમે,
ક્યાં છોડે છે કોઈ મદ, સાચી વાત છે,
સ્પર્શી ને થોડા , હ્દયથી સંવેદનો ,
પ્રેમે પુનમ હોય સુદ , સાચી વાત છે,
મતલબ વગર ત્યાં, ઉઠે જો કદમો કેવાં,
મ્હેફિલને કરી જોને રદ ,સાચી વાત છે.
આનંદ બેહદ માં, હોઈ છે સંભવિત,
આત્મા અમર સ્થિર પદ, સાચી વાત છે,
-મોહનભાઈ આનંદ