દાસી જીવણસાહેબ ની વાણી...૫
🌿🌿🌿🌿🌿🌿🌿
જશોદા જીવણને રે
માતાજી મોહનને રે
કે'જે તારા કાનને
સેજલડીમાં હું રે સૂતી'તી
કાનૂડે મને આવી જગાડી
તે પર દીધી તાળી રે
કે'જે...
ફૂલ વીણવા ગયા ફૂલવાડી
આડા ઉભા કાનુડો દાણી
ફૂલ દીધા પાડી રે
કે'જે...
ભીમ રે ભેટયાની એંધાણી
દાસી જીવણ જપે જાણી
દાસી ને આજ દિવાળી રે
કે'જે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻