Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાસીજીવણસાહેબ ની વાણી...૨
🥁🥁🥁🥁🥁🥁🥁

દેખંદા કોઈ આ દલમાંય
પરખંદા કોઈ આ દલમાંય
નીરખંદા કોઈ આ દલમાંય
ઝણણણ ઝણણ ઝણ ઝાલરી વાગે

બોલે બોલાવે સબ ઘટ બોલે
સબ ઘટમાં તો રહ્યો રે સમાય
જિયાં જેવો તિયા તેવો
થિર કરી થાણા દિયો ઠેરાય
ઝણણણ....

નવ દરવાજા નવી રમતકા
દશમે મોલે ઓ દેખાય
ઓઇ મહેલમાં મરમ બોલે
આપું ત્યાગે વો ઘર જાય
ઝણણણ...

તાંત તાંત વિના તુંબે
વિના મુખે મોરલી બજાય
વિના દાંડીએ નોબત વાગે
ઐસા હે કોઈ વા ઘર જાય
ઝણણણ...

ઓઇ દુકાને દડ દડ વાગે
કરવીણ વાજા અહોનીશવાય
વિના અરિસે આપા સુઝે
વિના દીપકે જ્યોત ઝલાય
ઝણણણ....

જાપ અજંપા સો ઘર નય
ચંદ્ર સૂરજ ત્યાં પહોંચતા નાય
સુસમ ટેકથી સો ઘર જાય
આપ આપને દીએ ઓળખાય
ઝણણણ....

અખર અજીતા અરજ સુણજો
અરજ સુણજો એક અવાજ
દાસીજીવણ ભીમને ચરણે
મજરો માનો ગરીબનવાજ
ઝણણણ...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111627678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now