દાસીજીવણ સાહેબની વાણી...૩
🌺🌺🌺🌺🌺🌺🌺
પ્રેમ કટારી આરંપાર
પ્રેમ કટારી આરંપાર, નિકસી મેરે નાથકી
ઔરકી હોય તો ઓખાધ કીજે,આ તો હરિકે હાથકી
ચોધારીનો ઘાવ ન સુઝે,જો જોયે કોણ જાતકી
આંખ મીંચી ઉઘાડી જોયું,વાર ન લાગી વાત કી
પ્રેમકટારી...
સઈ, જોયું મેં શામળા સામું,નીરખી કળા નાથકી
વ્રેહને બાણે પ્રિતયે વીંધ્યા,ધાવેડી બહુ ઘાતકી
પ્રેમ કટારી...
ઓખધ બુટી પ્રેમની સોઈ જો પીવે એક પાતકી
રાતદિવસ રંગમાં ખેલે રમતું ઇ રઘુનાથ કી
પ્રેમ કટારી...
દાસી જીવણ ભીમ પ્રતાપે,મટી ગઈ કુળ જાતકી
ચિતડા હર્યા શામળે વાલે ધરણીધરે ઘાતકી
પ્રેમ કટારી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻