નરસિંહ મહેતા ની વાણી
🦢🦢🦢🦢🦢🦢
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,જુજવે રુ૫ અનંત ભાસે,
દેહમાં દેવ તું,તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
૫વન તું ,પાણી તું ,ભૂમિ તું ,ભૂધરા ,વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે.
વિવિધ રચના કરી ,અનેક રસ લેવાને ,શિવ ૫છી જીવ થયો એજ આશે.અખિલ…….
વેદ તો એમ વદે,શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનકકુંડળ વિશે ભેદ ન હોય,
દ્યાટ દ્યડીયા ૫છી,નામરુ૫ જૂજવાં,અંતે તો હેમનું હેમ હોય. અખિલ..
ગ્રંથ ગરબડ કરી,વાત ન કરી ખરી ,જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી ,આ૫ માની લહે,સત્ય છે એજ મન એમ સૂજે. અખિલ……
વૃક્ષ માં બીજ તું ,બીજમાં વૃક્ષ તું ,જોઉં ૫ટંતરો એજ પાસે,
ભણે નરર્સૈયો જે ,ભેદ જાણી જુઓ ,પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ……
🌱🌱🌱🌱🌱🌱
સતગુરુ ચરણમાં વંદન
🙏🙏🙇♂️🙇♂️🙏🙏