આરતી કરું મારા હરિગુરુરામ સંત,*
*છૉડાવ્યા સરવે ફંદ ચૉરાશીના બંધ...*
*હરિગુરુ દેવની આરતી..*
*આરતી ઉતારી લઉં વારણા ધરું ચરણ કમળનું ધ્યાંન,*
*શિષ સદૂગુરુને સૉંપતા મારું મટી ગયું દેહ અભીમાન...*
*હરિગુરુ દેવની આરતી..*
*સદૂગુરુની શૉભાને શું કહું મુખથી વર્ણવી ન જાય,*
*શિવબ્રમ્હા જેની સ્તુતી કરે જેના વેદ નિર્મળ જશ ગાય...*
*હરિગુરુ દેવની આરતી..*
*સદૂગુરુએ સમજાવ્યું શાનમાં સમજાવી ધણી રીત,*
*જાગૃત સ્વપ્ન સુશુપ્તિ મને ભાસ્યું છે તુરીયા તીત...*
*હરિગુરુ દેવની આરતી...*
*મધ ભાવતી ગુરુએ મેર કરી આપ્યા સુખ અપાર,*
*અંતરના ચક્ષુ ઉધાડ્યાં મને ભાસ્યુ છે બ્રહ્મ આકાર....*
*હરિગુરુ દેવની આરતી..*
*સુરતા મારી શૂન્ય થઈ વરતી પામી વિશ્રામ ,*
*જનમ મરણના રૉગ મટ્યા હું તૉ પામી પદ નિરવાણ...*
*હરિગુરુ દેવની આરતી..*
*અખે પદ અવલૉકીયું ઈ મારા સદૂગુરુ કેરી શાન ,*
*અવિનાશી પૉતે આતમા મારૉ વિલમે પૉતાની મૉજ...*
*હરિગુરુ દેવની આરતી...*