સતગુરુ ભીમસહેબના શિષ્ય નાગજી બાપાની.
......................................
ભજનો..
મૂરખો ભુંડપમાં ભળે.
મૂરખો ભુંડપમાં ભળે.ટેક...
સારા માતો સમજે નહી.
તેમાંથી તે ટળે.
પાપ માં તો રહીયો પરાણે.
ભુંડપ માં જઈ ભળે.ટેક...
સારું કહી તો વઢવાને લાગે.
વેરી થઈને વરે.
ખાટું ખોરું ખાધુ એણે
પછી પરપચ માં જઈ પડે..ટેક...
રામ ભજન કાઇ નવ કર્યું.
. હરામ નજરે હરે.
નાત માતો ગણાણો નહી.
સુંદરીમાં જઈ ચડે.ટેક...
નાગજી કહે આવા નરને
. નક્કી ચોરાસી મળે.
મૂરખો ભુંડપમાં ભળે.
મૂરખો ભુંડપમાં ભળે.ટેક...