શું સુંદર શણગાર છે શેરીનો આજે,
રંગબેરંગી ફૂલો ને રંગબેરંગી લાઈટ,
આમતેમ દોડતા નાનાં બાળકો,
ને ટોળે વળી ગપ્પા મારતાં પુરુષો,
ગીતોમાં મગ્ન છે બધી સ્ત્રીઓ,
અને કેમ ન હોય?
પ્રસંગ છે દિકરીના લગ્નનો!
શણગારી છે આખી શેરી,
બોલાવ્યા ઘણાં મહેમાનો,
થયાં વખાણ શેરીના શણગારનાં,
પણ જયાં આવી એ દિકરી
દુલ્હનનાં વેશમાં,
ફિકો પડી ગયો એ શેરીનો શણગાર
જોઈને દુલ્હનનો શણગાર.
હતી મોં પર ખુશી જેટલી
એટલું જ દુઃખ હતું મનમાં,
જવું પડશે અજાણ્યા ઘરમાં આજે
છોડીને બધું જે હતુ એનું.
- સ્નેહલ જાની