કેમ ને કરે તું જીદ??
ના સમજે તું મારી પ્રીત..
તારી એ નશીલી આંખો માં ડૂબી ગયો છું હું
દરિયો કેમ કરીને ને કરે અભિમાન
ડૂબકી તો એની પણ લાગે નાની
તારા હોઠના મૃદુ સ્પર્શ નો જે નશો છે
સ્વર્ગ ની મદિરા પણ કેમ કરી ને કરે અભિમાન
સ્વાદ તો એનો પણ ફિક્કો લાગે મને
તારો પ્રેમ ભર્યો અવાજ સંભળાય જો મારા કાને
કોયલ પણ કેમ કરીને કરે અભિમાન
એ મીઠો ટહુકો પણ થઈ જાય પાણી પાણી
તારી એ કમનીય કાયા ને જો નિહાળતો હોવ તો
સ્વર્ગ ની એ બધી અપ્સરાઓ પણ કેમ કરીને કરે અભિમાન સુંદરતા માં તારી પાસે સાવ ફિક્કી ની ફિક્કી
કેમ ને કરે તું જીદ??
ના સમજે તું મારી પ્રીત..
બ્રિજ રાજ
-Brijesh Mistry