Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છે શિલ્પ તું અનુપમા
નિહારતો રહુ તને
કમનીય ને સુરેખ છે
હું પામતો રહુ તને..

શ્યામ ઘન ભીના કેશ ને
સ્નાન કરતી સુંદરી
સોહે કટિ છે પાતળી
પુષ્ટ એ નિતંબ છે..

અતિ મનોહારી તો તું
પયોધરો અદભુત છે
ભૂલી ગઈ છે આ નજર
પલક નહિ અનિમેષ છે

નદી સરીખી કામિની
વળાંક તો સલિલ છે
ગર્જતી પ્રચંડ તું
ધસે એમાં તો પૂર છે..

વહી રહી છે વેગ માં
તીવ્ર તો પ્રવાહ છે
આવ મુજ માં સમાઈ જા
સાગર તરસ્યો "બકુલ"છે..


-bakul

Gujarati Poem by Bakul : 111627022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now