છે ખ્વાઇશ દિલ સહજ, કરી જો ને જવાની,
પરિશ્રમથી જ સિધ્ધિમાં,સ્થિત જોને થવાની.
છે ખેલ આ અટપટ, સમજી તો ના શકીએ,
બે પળની છે આ જીદંગી,ચાલી જોને જવાની.
એક મ્યાનમાં તલવાર છે,બે જણની સમાણી,
છે પ્રેમ ગલી જોને, તું સાંકડી જ રે'વાની,
પીધા છે અહીં ઝેરના, પ્યાલા તો મીરાં એ,
પામીને પિયુષ એતો ,અમર થઈ છે રવાની.
ડંખી રહી નાગિન, હરદમ તૃષ્ણા અહીં જો,
આનંદની ફિતરત ફના , દિલ માં જ હોવાની.
-મોહનભાઈ આનંદ