હવે આપણી મુલાકાતો થાતી નથી;
હવે તો તારી સાથે વાતો થાતી નથી;
કેમ કરી સમજાવવું આ નાદાં દિલને?
દિલ થી હવે તારી યાદો જાતી નથી;
તારા જ ખ્યાલોમાં વિતે છે આ રાતો,
તારા ખ્વાબો વિના રાતો જાતી નથી;
તારા મીલન માટે તડપે છે મારું મન,
તું નૈ આવે એ વાતો સમજાતી નથી;
પ્રયાસ કરું છું હું જીવવાનો "વિએમ"
પણ, એક પળ હવે તો જીવાતી નથી;