છે અવસર રૂડો આજે,
રામનાં વિજયનો ઉત્સાહ,
રાવણવધથી ખુશ છે અયોધ્યા,
મનાવે છે ઉત્સવ સજી શેરીએ શણગાર.
ત્યાં જ છે આ કલિયુગમાં,
ઉત્સવ દશેરાનો અને સાંઈની પુણ્યતિથીનો,
મનાવે છે સહુ કોઈ સાંઈની તિથી,
રાખીને ભજન સત્સંગ,
નીકળે છે મારે ત્યાં પાલખી,
સજે છે સાંઈને શણગાર,
નીકળે છે પાલખીમાં સાંઈની શાહી સવારી,
આવકારવા સાંઈને થાય છે રૂડો,
મારી આ શેરીએ શણગાર.
- સ્નેહલ જાની