પ્રભુ ને અરજ
🙏🏻🙏🏻🙏🏻
અહો દેવના દેવ હે વિશ્વસ્વામી
કરું હું સ્તુતિ આપની શીશ નમાવી
દયાળુ પ્રભુ આપદાથી ઉગારો
દીનાનાથ તું એક આધાર મારો
પ્રભુ આપ છો સર્વને પાળનારા
તમે છો સદા સંકટ ટાળનારા
કીધા છે કરોડો તમે ઉપકારો
દીનાનાથ તું એક આધાર મારો
હું છું રાંકનો રાંક અજ્ઞાન પ્રાણી
ન મારી કશી વાતું તુથી અજાણી
કરો હે દયાળુ ક્ષમા વાંક મારો
દીનાનાથ તું એક આધાર મારો
અમે બાળકો બોલીએ હાથ જોડી
અમારી મતી હે પ્રભુ છેક થોડી
દયા લાવીને પ્રાર્થના દિલ ધરો
દીનાનાથ તું એક આધાર મારો
અમે ને કુટુંબીજનો જે અમારા
રહીએ શરીરે સુખી સર્વ સારા
સદા આપજો આપ સારા વિચારો
દીનાનાથ તું એક આધાર મારો
નથી મેં કરી આપની કાંઈ ભક્તિ
નથી આપના ગુણ ગાવાની શક્તિ
દયા લાવીને દાસ દુઃખો નિવારો
દીનાનાથ તું એક આધાર મારો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻