હરજી ભાટી વાણી
🌲🌲🌲🌲🌲🌲
****(સાખી)******
રામદેવ રૂપ દેખાડજો,
ધરુ ગુગળીયો ધૂપ,
સર્વે દેવના દીવા બળે,
મારો રામદેવ જ્યોતિ સ્વરૂપ,
🍂🍃🍂🍃🍂🍃
રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર ગંગાજી,
તમે જીયો રામદેવજી,,,
જીયો રામદેવજી,
હે,,,એબ ગેલના વાગે નગારા, મારે કાને મંજીરા સુનાયાજી,
તમે જીયો રામદેવજી,,,,
તમે જીયો રામદેવજી,,,
હે,,વાણીયાના જહાજ બેલી બુડવાને લાગ્યા,
ત્યારે હિન્દવાપીર સમર્યાજી, તમે જીયો રામદેવજી,,, તમે જીયો રામદેવજી,,,
હે,,, પગમાં છે મોજડી ને હાથમાં છે ગેડીયો ને,
રૂમઝુમ કરતા આવ્યા જી,
તમે જીયો રામદેવજી,,
તમે જીયો રામદેવજી,,
હે,,પીરજી ચરણે ભાટી હરજી રે બોલ્યા,
મારા બાનાની પત તમે રાખોજી,, તમે જીયો રામદેવજી,,, તમે જીયો રામદેવજી,,
⛳⛳⛳⛳⛳⛳
જય અલખધણી નામ કી 🙏🙏🙏🙏🙏🙏