દાસ છોટમ ( પોરબંદર ) રચીત આરતી
🪔🪔🪔🪔🪔🪔🪔
સદા સુંદર સ્વરૂપ સુખકારી,
સોહમ દેવ આરતી તમારી,,,,,
પ્રેમ કરીને પ્રભુજી મંદિરીએ પધારો
સ્વીકારો ચાકરી અમારી,,,,,
નામ અને રૂપ રંગ થી છો ન્યારા,
દેવ નિરંતર અવિકારી,,,,,
નામી અનામી તમે અખંડ અવિનાશી,
નહિ પુરુષ કે નહીં નારી,,,,,
આપે અકેલા ને વિશ્વમાં વ્યાપક,
મન મોહક મુરત તમારી,,,,,,
દાસ છોટમ કે તમે પૂર્ણ પરમેશ્વર,
સબ માં સાયબી તમારી,,,,,
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🪔