સવાલે હજીયે મૌન જુઓ અઘરું છે,
આપો પ્રત્યુત્તર તો જીવતર સવળું છે.
કોઈ શું કહેશે આ વિચાર તો નકામો,
આ જગમાં હવે ક્યાં કોઈ નવરું છે?
સંવાદ અહીં હોય જુઓ સમયે સમયે,
પછી તો કોઇપણ સંબંધે ના કપરું છે.
વિશ્વાસ પર ઘણું ખરું નિર્ભર હોય છે,
શંકા અને સંશય હો તો વર્તન નબળું છે.
બચેલું થોડું ઘણું સચવાય જાય પછી,
આ સંબંધે શમણું હજી પણ નમણું છે.
રચના: નિલેશ બગથરિયા
"નીલ"