જિંદગી ચાલે છે મારી હેમ ખેમ
હવે કોઈ આવતા નહિ જેમ તેમ..
લાગણીઓ હવે જાણે સુકાઈ
નદી ઓ જાણે બની ગઈ સમી..
જીવન થઈ ગયું છે સરકતી રેતી
ફરી કોઈ આવતા નહિ હવે વંટોળ થઈ
હાં હવે જિંદગી થઇ ગઇ હેમ ખેમ
કોઈ આવતા નહિ હવે જેમ જેમ...
ફુલાઈ ગયા છે હવે દરવાજા માવઠાનાં લીધે
બંધ બારણાં જ હવે બરોબર છે કોઈ આવતા નહિ..
જુકાવ્યું છે માથું ઘણી વાર સંબંધો સાચવવા,
હવે માથે પાઘડી બાંધી છે કોઈ આવતા નહિ..
ભૂતકાળ ભૂલી ને હું ભવિષ્યની રાહમાં છું..
મને મારા ભરોશો છોડી દો કોઈ આવતા નહિ...