"જરૂરી છે"
જુની વાતો ને ભૂલવી જરૂરી છે
નદીનું સાગરને મળવું જરૂરી છે....
અસહાય કાજે સહાય જરૂરી છે
ભૂખ્યા કાજે ભોજન જરૂરી છે....
શરીરનું શુધ્ધ હોવું જરૂરી છે
સાથે મનનું પવિત્ર હોવું જરૂરી છે...
માણસ માટે માનવતા જરૂરી છે
માનવતા માટે દયા હોવી જરૂરી છે...
પ્રકૃતિ નું જતન કરવું ખૂબ જરૂરી છે
એની માટે પર્યાવરણ પ્રેમીઓ જરૂરી છે...
અસત્ય નો નાશ કરવો ખૂબ જરૂરી છે
એની માટે સત્યને સાથ આપવો જરૂરી છે...
કુદરત સાથે સમન્વય કરવો ખૂબ જરૂરી છે
દરેક આત્મા ને પરમાત્મા માનવો જરૂરી છે...
કાવ્ય વાંચવું ખૂબ જરૂરી છે
પછી પ્રતિભાવ આપવો જરૂરી છે...
મહેતા દિનેશ