ગુલાબદાસ બાપુ રચીત મહિમા.પદ..
............................................
ગુરુ ભક્તિ લ્યો જાણી. મારા સંતો ભાઈ.
ગુરુ ભક્તિ લ્યો જાણી રે.હો હો હો જી.
આદ અનાદિ ગુરુ ભક્તિ એવી.હા હા હા.
એણે અનુભવીએ પીછાણી.રે.ટેક...
ગુરુ નામની ભક્તિ મોટી.
જેને વેદ પુરાણે વખાણી રે.હો હો હો જી.
પુરણ ભાગ્યે નર પુરા પાવે.
જેને આગળ તણી ઓળખાણી.ટેક...
દેવા ધીદેવ મહાદેવ જેવા.
જેના અંગે ભભુતિ ચોળાણી રે.
અખંડ ધ્યાન ગુરુદેવનું ધરતા.
એની શાન સંતોને સમજાણી રે.હો હો હો જી...
રામ ચંદ્ર પ્રભુ પુરણ પુરષોતમ.
જેને ગુરુ વશિષ્ઠ લીધા ધારી રે.હો હો હો જી...
પીતાના વચને વનવાસ વેઠીયા.
એના પગલે પ્રૂથવિ પુજાણી રે.ટેક...
ગુરુ દુર્વાષાના ચરણ સેવતા.
પ્રભુ ક્રીષ્ન બન્યાતા મોરારી રે.હો હો હો જી.....
મહા ભારતના મુળ છે ઊંડા.
જેની ભાગવત ગીતા રચાણી રે.ટેક...
ગુરુ ઉગમશી મહાધરમી કેવાણા.
રામદેવની પીરાય પુજાણી રે.હો હો હો જી.....
માલે રુપાના હેરણા હેરયા.
તે દિ આરાધે મોજડી ઉતારી રે.ટેક...
ગુરુ રામાનંદ જ્યારે કબીરને મળીયા.
જુગતી જગતમાં ફેલાણી રે.હો હો હો જી.....
અગમ અગોચરને અનહદ અપાર.
જેના જ્ઞાનની વાણી ગવાણી રે.ટેક...
ગુરુ નામનો મહિમા મોટો.
ગુરુ નામ તણી બલીહારી રે.હો હો હો જી...
દાસ ગુલાબ ગુરુ બાવદાસ ચરણે.
વારણા લવ વારી વારી.રે.ટેક...
............................................
જય ગુરુ મહારાજ ને સાહેબ બંદગી.