Shailesh Joshi લિખિત વાર્તા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 26" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19902046/riya-shyam-26
શ્યામે સહી કરતા પહેલા, સંમતિ પત્રકમાં શું લખ્યું હતુ ?
હું મારી કિડની, મારો એક માણસાઈ-ધર્મ નીભાવતા, કોઈ એક પિતાના, પોતાના પુત્રને બચાવવા માટે, મારી મરજીથી આપી રહ્યો છું.
હા, અત્યારે મારી બીજી એક મજબૂરી એ છે કે
એની સામે હું
અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ, મારા મિત્રને બચાવવા પાંચ-લાખ રૂપિયા લઇ રહ્યો છું.
પરંતુ
આ પાંચ-લાખ રૂપિયા, સમય જતાં હું પાછા આપવા બંધાયેલો છું.
આ પૈસાની મારે, અત્યારે ખૂબ જ જરૂર છે, એટલે ઉછીના લઇ રહ્યો છું, જે પરત કરવા માટે હું
પૈસા આપનારને મારું વચન આપું છું.
આટલું વાંચી શેઠ રમણીકલાલ ડોક્ટરને કહે છે કે,
ડોક્ટર સાહેબ, આ છોકરો થોડા દિવસ મારી હોટલ પર જોબ કરતો હતો.
તમને ખબર છે, ડોક્ટર સાહેબ
એણે થોડા દિવસમાંજ જોબ કેમ છોડવી પડી ?
ડોક્ટર સાહેબ, એને જોબ છોડવી પડી મારા દીકરાને કારણે, મારા એ દીકરાને કારણે કે..
જે દીકરાને આજે શ્યામે, પોતાની કિડની આપીને બચાવ્યો છે.