એક તારા જ હોઠો થી જ છિપાશે મારી તરસ;
સાવનનો વરસાદ નહીં તો માવઠું થઈને વરસ;
પ્રેમ માં મળ્યા આપણે અને છુટા પણ પડ્યા,
આપણે મળ્યાને પણ થઇ ગયા છે વર્ષો વરસ;
ઈચ્છા થાય તો મળજે હસીન ચાંદની રાત માં,
આ મુલાકાતમાં પ્રેમની જ કરીશું અરસ પરસ;
નહીં મળે તો જુદાઇમાં નઈ બનું હું પાગલ પ્રેમી,
સાંભળ્યું છે કે પાગલ પ્રેમી લે ગાંજો ને ચરસ;
પણ મેં તો પકડી કલમ લઈ સહારો સાહિત્યનો,
તારી સુહાની યાદો માં લખી કવિતા ખૂબ સરસ;
એકવાર મળી ને કર એકરાર પ્રેમનો "વિએમ",
નહીંતર તારા ભાગે આવશે ફક્ત અસ્થિકળશ;