તાકી છે દ્રષ્ટિ ,મહત્વકાંક્ષા ને અડકી ,
થાકીને અટકી ગયું,દિલ પ્રેમમાં ધડકી;
આલમ ઈન્તિજાર જોને છે સતામણી,
પાંપણના દ્વારે જુઓ, આખોમાં ફડકી.
છે હુશ્નની ગજબ, કમનીયત કમાલ ની,
જુઓ ને રંગીનિયત, દિલને ત્યાં અડકી;
અવધૂતિ રમણીય, અંતર્મુખી છે દ્રષ્ટિ.
જીવન સફર રૂહાની, ખેડી મન પકડી,
અસ્તિત્વ વિખરાય ના જાદુઈ અહિયાં,
આનંદ જો ધડકનો , દિલ માંહી થડકી;
-મોહનભાઈ આનંદ