🙏🌹 સીતારામ 🌹🙏
🙏🌹જય સદગુરૂ મહારાજ🌹🙏
દીલ દરીયા મા અખંડ દીવો,
દીઠા વિના મારૂં મન ડોલે,
ભ્રાંતિનાં ભરીયા ભવોભવ ભુલ્યા,
ગુરૂ વિના તાળાં કોણ ખોલે,.....દીલ દરીયા મા
ગગન મંડળ માં ગુપ્ત ગેબી,
બાવન બાર સોહી બોલે,
નુર તખત પર નામ નીરંતર,
નુરતે સુરતે નર ખેલે,......દીલ દરીયા મા
આદી અનાદી ની જેને ઓળખાણો,
મુળ ભજન તે નહીં મેલે,
લાગી પ્રીત જેને સદગુરૂ થી,
ફળ લાગ્યા જેમ બહું વેલે,...દીલ દરીયા મા
આરે મારગડે આવતા ને જાતા,
આનંદ ભયો હવે મન મેરે,
આ સંસાર માં ચેતો મારા ભાયલા,
સંત પોકારે અવસર છેલ્લે,.....દીલ દરીયા મા
પટા લખાયા સરકાર હજુરી,
અવર દીલ હવે નહીં ડોલે,
કહે રવિદાસ ગુરૂ ભાણ પ્રતાપે,
અમર પીયાલા અહોનિશ પીલે,...દીલ દરીયા મા
🙏🌹 સીતારામ 🌹🙏
🌹🙏જય સદગુરૂ મહારાજ🙏🌹
૧૧ ડીસેમ્બર ૨૦,