હું અને તમે ઊભા એકમેકની આગળ પાછળ,
બંધાયા સપ્તપદીના બંધનમાં,
આપ્યા સાથે જીવવા મરવાના વચન,
થશું ભાગીદાર એકમેકના સુખદુઃખમાં,
ચાલી નીકળી તમારી સાથે,
છોડી મારું સર્વસ્વ,
રહીશ સદાય તમારી સાથે,
બનીને તમારો પડછાયો,
રહેશે તમારી બધી મુસીબતો દૂર,
જશે એ મુસીબતો આ પડછાયાની પાછળ.
- સ્નેહલ જાની