ગઝલ...પ્રભાત ઉગવાનું...!!!
રાત વીતશે પ્રભાત ઉગવાનું,
એમજ સુખ અમાપ ઉગવાનું.
તર્ક, પદબંધની જુગલબંધી;
સંભવિત ધારદાર ઉગવાનું.!
વૃક્ષ ઊભું છે, શાણ ચાલે છે;
આજ નક્કી કમાડ ઉગવાનું.
માનવીનું સ્વભાવગત એવું,
આથમે આજ,આજ ઉગવાનું.
યુગયુગોથી મથે છે જીવણજી,
નભ ધરા આરપાર ઉગવાનું.
મનુ સ્વભાવાનુસાર લોભિયો,
ક્યાં સરળ છે ઉદાર ઉગવાનું.!
-અશોક વાવડીયા
*તર્ક = કલ્પના, અનુમાન,સંભાવના
*પદબંધ = છંદોબદ્ધ રચનાનું માળખું, દેશીબદ્ધ રચનાનું માળખું,
*શાણ = કરવત.
*જીવણજી = જીવન; પ્રાણ.
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન