ઘાવ
રાઈટીંગ ટેબલ પર
ધૂળ ખાતા શબ્દને
ઊઠાવી
કવિતામાં પ્રયોજવા જતાં
અજાણતાં જ
સાજા થવા આવેલ ઘાવ પર
મારો જ નખ
ઘાવને ખજવાળી બેઠો.......
અને
જે વેદના પ્રગટી
એને
સાર્વત્રિક માની
કવિતામાં કંડારી
તો.....
પાઠકના હ્રદયાકાશની
સઘળી જ ભીંતો
ખરી પડી
ભરભર ભુક્કો થઈ !
ગુણવંત ઉપાધ્યાય