યાદ આવે છે એ દિવસો,
શું સરસ મજાનાં હતાં એ દિવસો,
એકમએક્નો હાથ ઝાલીને બેસતાં હતાં,
મીઠી વાતો કરતાં હતાં,
વચન આપ્યાં હતાં કાયમ સાથે રહેવાનાં,
પણ ભૂલ્યા હતાં કે થાય તો
ધાર્યું ધણીનું જ,
ક્યાં ખોવાયા અચાનક જ,
શાથી વિખૂટા પડ્યા કોણ જાણે?
યાદ આવે છે તે બગીચાની બેઠક,
વિતાવી હતી જયાં કંઈ કેટલીયે સાંજ.
- સ્નેહલ જાની