🌹દાસી જીવણ 🌹
દયા કરીને મને પ્રેમે પાયો, મારા નેનુમેં આયા નૂર
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર...ટેક
🌷🌹🌸🌷🌹🌸
નૂરન સૂરતની સાન ઠેરાણી રે, બાજત ગગનામેં તૂર
રોમે રોમ રંગ લાગી રિયા તો, નખશિખ પ્રગટ્યા નૂર...પ્યાલો
🌸🌸🌸🌸🌸🌸
સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો રે, ઘટમાં ચંદાને સૂર,
ઘટોઘટ માંહી રામ રમતા બીરાજે, દિલ હીણાથી રિયા દૂર...પ્યાલો
🌹🌹🌹🌹🌹
ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટિયા, વરસત નિર્મળ નૂર રે,
જે સમજ્યા સતગુરુની સાનમાં, ભર રિયા ભરપૂર...પ્યાલો
🌷🌷🌷🌷🌷🌷
ભીમ ભેટ્યાને મારી ભ્રમણા ભાંગી, હરદમ હાલ હજૂર રે
"દાસી જીવણ" સત ભીમના ચરણાં, પિતા થઈ ચકચૂર...પ્યાલો