Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારામ બાપુ ની વાણી
🌱🌱🌱🌱🌱🌱
‌‌ રાગ: મંગલ

આસન સહીત આશમાન હંસો હાલ્યો ગયો,
યોગ વીયોગથી અપાર હતો ત્યાં નો ત્યાં રહ્યો,ટેક

અમરપુરમ અસ્થાન અમર પછી નો મુવો,
સુખસાગર ની માંય નીમક મટી નીર હુવો,

ગોતણવાળો થયો ગેબ પછી નારી કે નર નવ રહ્યો સખી આપે થયો અદ્વૈત ખોળણ હારો ખોવાઈ ગયો,

સખી સતગુરુ મંગલ રૂપ એલમ એસો દીયો,
સખી અવીચળ ધણીની હતી આશ મરના પહેલા મળી ગયો,

દાસ સવો કહે દો ઘાટ ભાંગી ને ભૂક્કો થયો,
સખી વીદેહ મલકની વાત સંદેશો સૌને કીયો,

સતગુરુ ચરણમાં વંદન
🙏🙏🧎🏻🧎🏻🙏🙏
🌸🌸સાખી 🌸🌸
હંસાને સિંહાસન હોય
પાકાં તત્વે પોતે થયો,
પામર ને પથારી ન હોય
સંસય સદા રહ્યો,
🌷🌷🌷🌷🌷🌷

Gujarati Religious by બાબા સત્સંગી : 111624566
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now