આરતી
🪔🪔🪔
✍🏻 પ્રિતમદાસ
આનંદ મનગળ કરુ આરતી
હરિ ગુરુ સંત નિ સેવા
પ્રેમ ધરી મંદિર પધરાવું
સુંદર સુખડા દેવા...
ત્રિભુવન તારણ ભક્ત ઉધ્ધારણ
પ્રગટયા દર્શન દેવા...
અલખ નિરંજન સચ્ચિદાનંદ રુપ
આત્મ જ્ઞાન દેવા...
અડસઠ તીરથ મારા ગુરુ ને ચરણે
ગંગા જમના રેવા...
સંત મળે તો મહા સુખ થાયે
ગુરૂજી મળે તો મેવા...
કહૅ પ્રિતમ ઓળખો અણસારે
હરિ ના જન હરિ જેવા
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻