મૃગજળ જેવું છે, ત્યાં હયાતિમાં જોને,
દાંમ્પત્ય જીવન ક્યાંક છે યયાતિનું જોને.
તૃષ્ણા માં તરબોળ, ક્યાં છે તૃષ્ટિ જોને,
મન નટખટ પ્રાકૃતિક ,એક જાતિનું જોને.
આવૃત છે જીવન,જિજિવિષા માં જોને,
જ્ઞાન ક્યાં છે અનુભૂતિની ભાતિનું જોને.
મનની ચાહત તો,વૈવિધ્ય સભર છે જોને,
સ્થિર ક્યાં અક્કલ,વાનર પ્રજાતિનું જોને.
આનંદ પ્રાપ્તિ સહજ માં, અંતરંગી જોને,
પામી લેવું પ્રમાણ ત્યાં, ખૂદ જાતિનું જોને.
-મોહનભાઈ આનંદ