ખોલ્યું જ્યારે જીંદગીનું પરબીડીયું;
મારા જીવનનું મેં કાઢ્યું છે સરવૈયું;
થોડાક દુખ માં ને થોડાક સુખ માં,
આમાં જ આખું જીવન મેં ગાળ્યું;
આવકાર્યા જે મળ્યા'તા મને પ્રેમથી,
બિજા માટે પણ ક્યાં કમાડ વાળ્યું?
મળી એક નજર શું એની નજરથી,
દિલના ખુણા માં કાંઇક સળવળ્યું;
મળ્યા પળ ભર ને જુદા પણ પડ્યા,
પછી એની યાદમાં જીવન વિતાવ્યું;
રડે આંખો યાદ કરી હસેલા દિવસો,
હસેલા દિવસો એ ફરી દિલ રડાવ્યું;
ખુશી અને ગમ ને યાદ કરતાં કરતાં,
એ પરબીડીયું પ્રેમ થી ફરી સાંચવ્યું;