જીંદગી સૌની ચેકમેટ જેવી થઈ ગઈ છે. જે રીતે નવાં નવાં રોગો આવી રહ્યાં છે, વાતાવરણ પ્રદુષિત થઈ રહ્યું છે, પાણીની તંગી વર્તાઈ રહી છે, વરસાદ અનિયમિત થઈ ગયો છે અને ઠંડી કે ગરમી એનાં સમયકાળ દરમિયાન થતી પડી રહી એ જોતાં તો એવું જ લાગે છે કે કુદરત આપણી સાથે ચેસ રમી રહી છે.
પોતાની સુખ સુવિધા વધારવામાં માનવી એટલું બધું ભાન ભૂલ્યો કે એને ખબર જ ન રહી કે એ કુદરત સાથે પણ રમત રમી ગયો. પણ જે રીતે ચેસની રમતમાં છેલ્લે સુધી જીતવાની આશા જીવંત હોય છે એમ કુદરત પણ જાણે આટલા વર્ષો રાહ જોઈને બેઠી હતી. હવે એણે એનો દાવ રમવાનો શરુ કર્યો. હાલત એવી છે કે કુદરત એની દરેક ચાલમાં માનવીને ચેકમેટ કરી રહી છે.
હજુ પણ સમય છે. અત્યારથી જ કુદરત પ્રત્યે ધ્યાન આપવું શરુ કરી દેવામાં આવી દેવાય તો ચેકમેટ આગળ બચવાની ચાલ શોધી શકાય.
- સ્નેહલ જાની