યાદો આવે ત્યારે સમયને વર્ષો પાછળ ધકેલી મુકે છે.
મને આદત છે થોડા સમયે ઘરમાં બધું ફરીફરી ગોઠવવાનું. જૂની વસ્તુઓ, યાદોને મમળાવવાનું. નવું સારું અને મોંધુ અને લેટેસ્ટ આવે, પરંતુ જૂની વસ્તુઓ,જ્વેલરી, ફોટા, સચવાએલા કાગળિયાં, બાળકોનાં બચપણની નિશાનીઓ સામે તુચ્છ અને ટેમ્પરરી લાગે છે