Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🚩 જય અલખધણી
રામાપીર ની સમાધિ
🌼🌼🌼🌼🌼🌼🌼

રણુજા આજે ભયંકર ભાશે,રૂંવે રૈયત ખોબે પાણી રે
રામદેવ આજે સમાધીએ બેઠા,બોલ્યા છે દેવવાણી
મારા સંતો રૈયત રૂંવે...

વન પંખીડા રડવાને બેઠા,કોયલ વદે નહિ વાણી રે
ગોંદરે આજે ઘેનું રડે છે,પાનિહારી ભરે ના પાણી રે
મારા સંતો...

ચંપો ગુલાબે સુગનધ ચોરાણી ને,ભમર ન બોલે ગુંજવાણી રે
સાધુ સંત ને ફકીર રડે છે,તજયા છે અન્ન પાણી રે
મારા સંતો...

બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા,આવ્યા છે ઇન્દ્ર ઈન્દ્રાણી રે
તેત્રીસ કોટી દેવતા આવ્યા,ફૂલોની વૃષ્ટિ વરસાણી રે
મારા સંતો...

સમાધિ પીરની શોભે છે,હિંદવા પીરની નિશાની રે
પ્રેમ કહે રણુજા જાવતો,સફળ થાશે જિંદગાની રે
મારા સંતો..

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111623619
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now