શબ્દો માંહી જોને, કાણું કોણ ના પાડે ?
કલમ નું છે ભાણું જોને, કોણ ના પાડે ?
સપના હરકત, જોને સ્વૈરવિહારીઓની,
ધડકી દિલ જોને ઉખાણું , કોણ ના પાડે ?
મોહીને મન જોને , ક્યાં છો છેતરાયા રે,
માયા નજરાણું છે જોને , કોણ ના પાડે ?
સરકે છે અંધારે જોને,જાણી બુઝીને એ,
આંખ નું ખૂલ્લું છે વ્હાણુ , કોણ ના પાડે ?
છે જુઓ આનંદ જોને , ભીતરે સ્વયંભૂ,
હું માં અનુભૂતિ માણું,હુ તો કોણના પાડે ?
-મોહનભાઈ આનંદ