મન વિહંગ તું એક અભિયાન લખ,
ઉઠે ચંદ્ર તરફ એવું, ચંદ્ર યાન લખ;
ભૂલી જવાનું નહીં, સંઘરેલી સ્મૃતિ,
તૂતૂ મૈં મેં, આપણી જ દરમ્યાન લખ;
વહેતા ગરમ ઝરા, ધરણી નું ધાવણ,
રસાળ પ્રકૃતિ તણું રસીલુ જ્ઞાન લખ.
દરિયા દિલી સંવેદના ને લાગણીઓ,
વરસે સ્નેહાળ , વાદળી નું ધ્યાન લખ
નજાકત ભર્યા ફુલો , સ્નેહ ઝાકળ સંગે,
વસંત નો વાયરો તું, દેદીપ્યમાન લખ
-મોહનભાઈ આનંદ