એક વખત એક શિક્ષક કૂવા પાસે બેઠો હોય છે. અચાનક તેનો અપોઈન્ટમેંટનો ઓર્ડર કૂવામાં પડી જાય છે. તે કૂવા પાસે નિરાશ થઈ બેસે છે, ત્યારે જ એક ચમત્કાર થાય છે. અને કૂવામાંથી એક દેવી પ્રગટ થાય છે.
*દેવી* : શું થયું વત્સ, કેમ ઉદાસ બેઠો છે?
*શિક્ષક* : હે દેવી ! મારો અપોઈન્ટમેંટનો ઓર્ડર કૂવામાં પડી ગયો છે. તેથી હું ઉદાસ છું.
દેવી કૂવામાંથી *ચૂંટણીનો ઓર્ડર* કાઢે છે.
શિક્ષક પ્રમાણિકતાથી કહે છે આ ઓર્ડર મારો નથી.
ત્યાર બાદ દેવી કૂવામાંથી *બી.એલ.ઓ.* નો ઓર્ડર કાઢે છે.
શિક્ષક ફરી પ્રમાણિકતાથી કહે છે કે આ ઓર્ડર મારો નથી.
દેવી ત્યાર પછી કૂવામાંથી *જન ગણનાનો* ઓર્ડર કાઢે છે.
શિક્ષક કહે છે કે આ પણ મારો ઓર્ડર નથી.
અંતે દેવી તેનો *અપોઈન્ટમેન્ટ ઓર્ડર* કાઢે છે.
શિક્ષક ખુશ થઈને કહે છે હે દેવી ! આજ મારો ઓર્ડર છે.
દેવી શિક્ષકની પ્રમાણિકતાથી ખુશ થઈ તેને બધા જ ઓર્ડર આપે છે.
તે દિવસથી શિક્ષકો આ બધી કામગીરીઓ કરી રહ્યા છે...😂😂😂