પેહલી નઝર ની એ મુલાકાત યાદ છે મને,
આંખો થી નીકળતી એ રોશની ની ઝલક યાદ છે મને,
કાળા ડીબાંગ ઓરડા ની બારી માંથી આવતો અંજવાસ યાદ છે મને,
એ અજવાસમા ચમકતો તારો ચેહરો યાદ છે મને.
તારા ઝાંઝર નો થરકરાટ યાદ છે મને,
નિખાલસતા થી ભરપુર તારો સ્વર યાદ છે મને.
એ તારૂ હસતું, મદ મદ કરતું હાસ્ય યાદ છે મને,
એ તારા આંખ ના પલકારાના ટોણા યાદ છે મને.
તારી રોષથી ભરી લાગણી યાદ છે મને,
ઘડી પલ મા રોષ ને પી જતો સ્વભાવ "સ્વયમભુ" યાદ છે મને.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"