અભિલાષા
કાગ ડોળે રાહ નિહારું છું, આંખો મિચાય એ પહેલાં તને મળવાની છે અભિલાષા
શાંતિ થી, તારી બાંહોમાં પ્રાણ ત્યાગવાની રાખું છું હું , એક અંતિમ આશા.
એ વેળાએ, તારી આંખો થી નિકળતી અશ્રુધારામાં વહી જવાની છે અભિલાષા.
ગંગા જળ જેટલાં પુનિત, પાવન હશે એ અશ્રુ; મૃદુલ પ્રેમ અમી વરસાવતી હોય છે, આંખોની ભાષા.
પ્રીત તો બસ થઈ જાય છે, અણદિઠી ડોર બસ બંધાઇ જાય છે, આંખોની અનોખી છે ભાષા.
પ્રીત માં, આપ લે હોતી નથી, તો પણ જરુર આવજે, રાખું છું હું, તુઝ્કન આં આશા.
તું જગત નો રાજા, હું ગ્વાલણ એક અભણ; બસ તારી પ્રેમ પ્યાસી; કરજે પૂરી મારી આં અંતિમ અભિલાષા
Armin Dutia Motashaw