ના આવી જીવનમાં બહાર, તારા ગયા પછી;
મારી જીંદગી બની અંધકાર, તારા ગયા પછી;
ઉગે છે સુરજ ને આથમે છે એ રોજ પણ,
ના થઈ શકી ક્યારેય સવાર, તારા ગયા પછી;
બાહોં ફેલાવી તૈયાર છે આવકારવા હરકોઇ,
દિલ ના કરી શક્યું સ્વિકાર, તારા ગયા પછી;
આમ જુઓ તો ખીલી છે વસંત ચારે તરફ,
મારા જીવનમાં થઈ પાનખર, તારા ગયા પછી;
આવે હજુ ભરતી લાગણીની, દિલના દરીયામાં,
પણ, ના મેળવી શક્યો કિનાર, તારા ગયા પછી;
સંભળાય છે ક્યાંય જ્યારે પાયલનો ઝણકાર,
થાય તારા પગરવનો ભણકાર, તારા ગયા પછી;
ભલે છોડ્યો તેં સાથ, તું ખુશ રહે તારા જીવનમાં,
પણ, તું જરૂર કરીશ મને યાદ, મારા ગયા પછી;