હું જ દાટી દઈએ તો ખરું છે,
તું તું ટાળી દઈએ તો ખરું છે.
ભેદ તો ભાંજગડ માં હોય જોને,
હું વિસારી , દઈએ તો ખરું છે.
છે નકામો અહીં ,બકવાશ જીવન,
મૌન પાળી, દઈએ તો ખરું છે.
શબ્દો માંહી ,કવન જોને રસીલુ ,
ભાવે તારી , દઈએ તો ખરું છે.
દર્દ દિલમાં , હતાશા છે તે છતાં,
પોતે માણી એ આનંદ તો ખરું છે.
-મોહનભાઈ આનંદ