18.નિરાંત સ્વામીની વાણી.રાગ ગરબી.
....................................................
પ્રીતલડી પૂર્વ જન્મની રે.
તમ સાથે છે હરિ મારે રે.
એવી ઓળખાણ થઈ છે મુજને રે.
અળગા નહિ મુકું પ્યારે રે.ટેક...
તે માટે પ્રગટ થઈને રે.
પણ પોતાનુ પાળો રે.
તમો મનની આટી મૂકોને રે.
ભુદર સમ સમભળો રે.ટેક...
નાયક છો નહાનેરા રૂપે રે.
વર્ણન કરીએ નવ થાય લેખુ રે.
અણ લેખ્યા ને આધારે રે. .
અવિગત તમને હું દેખૂ રે.ટેક...
લોકની લાજ મેતો તરછોડી રે.
પ્રીત તમારી પરમાણુ રે.
નિરાંત સખી વર જોયા રે.
તમોને એક અંતર આણુ રે.ટેક...
લેખન.મનોહરદાસ ગુરુ બાવદાસ. આમરણ.