🙏🏻
*માનવ ધર્મને જાણવા,મળયો માનવ અવતાર*
*દેવ ને દુર્લભ આ દેહ છે,તે મળે નહિ વારંવાર*
હે ભાઈ !
આ મનુષ્ય જન્મ માનવ ધર્મને જાણવા જ પ્રાપ્ત થયો છે.તેનું સાચુ મુલ્ય શું છે એની ખબર લેવા જ આ દેહ છે.આ અવસર દેવો ને પણ દુર્લભ છે.માટે માનવ નિ ફરજ વિચારી માનવતા ધારણ કરી માનવતા સ્વીકારો.
પ્રથમ તો સત્ય અને ન્યાય નુ આચરણ તેમજ સત્ય વસ્તુ મા સદાય ચીત્ત રાખવૂ જોઇયે.જગત ને સમજી સત્ય અસત્ય નો નિર્ણય કરી અસત્ય નો ત્યાગ કરવો જોઇયે.
નિયમ પ્રમાણે પ્રભુ ભજનમા મસ્ત રહેવૂ જોઇયે.કોઇપણ પ્રકાર નિ આશા રાખવી નહિ.નિરાશા થી અદ્વૈત પંથમા બોલે તેને માનવ ધર્મ જાણ્યો કહેવાય.
પશુઓ તો જેનુ લુણ ખાય છે તેનો બદલો વાળી આપૅ છે.આમ પશુઓ પણ પોતાની ફરજ બજાવે છે પરંતુ મનુષ્યો તેનો વિચાર કરતા નથી.તેઓ ને અમુલ્ય અવસર પ્રાપ્ત થયા તે ન થયા બરાબર છે.તેઓને વારંવાર જન્મ મરણનું દું:ખ ભોગવવું પડે છે માટે આ માનવહિરા ને ગુમાવ્શો નહિ.મોહ રુપી મદિરા ને ત્યાગી જ્ઞાન વડે વિચારી શુધ્ધિ મા આવવુ જોઇયે.નહિ તો એક દિવસ સ્મશાન ભૂમિમા સળગાવી દેશે તે વાત નિશ્ચય માનવી.
( પુ.બળદેવ દાસ બાપા )
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻