તારી પાસે મૂડી છે અપાર
🌹🍁🌹🍁🌹🍁🌹
ઢાળ : ભાઈ તારે હીરાનો વેપાર
તારી પાસે મૂડી છે અપાર
એનો નથી તું જાણકાર
તારી.....
આંખની કિંમત કેવડી મોટી,દયાળુ દેનાર
કિંમત એની કેમ આંકવી,મળે નહીં વેચનાર
તારી...
કેવા દીધા કાન પ્રભુ એ,સઘળું સાંભળનાર
હાથ પગ કેવા હાલે,અમૂલ્ય આ ઓજાર
તારી...
નમણું તુને નાક આપ્યું,સુગન્ધ એ લેનાર
આ મૂડીનો માલિક તું,શેઠ મોટો શાહુકાર
તારી...
કાંઈ નથી હું છું ગરીબ,આ શબ્દ ન ઉચ્ચાર
" નાનું ભરાડ "કામે લાગી જા, તારી સાથે સર્જનહાર
તારી...
સંતવાણી ગ્રુપ મહુવાના સથવારે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻