Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેરામ દાસની વાણી
🌼🌼🌼🌼🌼🌼🌼

તમે જો જો મૂરખ ના કામ
જેના દિલમાં ના'વે રામ
પોતાનો આશરો પડતો મેલી
રખડે ગામે ગામ

કામ વિષય માટે વલખા મારે
પછી કરે કુડા કામ
વિશ્વાસી આગળ વાતું કરીને
ધુતી ને પડાવે દામ

સાધુના આશરે સેવક બની ને
કરવા આવ્યો છું કામ
ધર્માદા નું ખાય કરી ને
હાડકા કરે હરામ

કામ પારખ થઈ ને પારખી લેજો
સાચું ખોટું ઠામ
દાસ જેરામ કહે એવા નરને
છેટે થી સીતારામ

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111622821
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now