આ ઠંડી ના મૌસમ માં હુંફ ની...સૌગાત તારી છે..!
ભલે બદલે છે રંગ મૌસમ ઘડી બે ઘડી, ઘડીની...સૌગાત તારી છે..!
કરે છે તરબોળ મને આ ઝાકળ ના ભીના બુંદો, ઝાકળ ની...સૌગાત તારી છે..!
મેહકતી ખુશનુમા હવામાં ઠંડીની લહેર, ઠંડી ની લહેરની...સૌગાત તારી છે..!
ભીંજવે છે હુંફ ભરી લાગણી તારી, આ ઠંડી મૌસમ ની "સ્વયમભુ" તળકી ભરી...સૌગત તારી છે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"